નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી.