નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સાંઈરામ દવે લલકારશે ગુજરાતી ગીતો

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેને નિમંત્રણ મળ્યું છે. સાંઈરામ દવે એ ઝી 24 કલાક સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું તે મારા માટે ખૂબ આનંદની વાત છે. વ્હાઈટ હાઉસમાં ડાયરો કરવાનું મારું સ્વપ્ન હતું. આજે પ્રધાનમંત્રી મોદી વ્હાઈટ હાઉસને અમદાવાદ લાવી રહ્યા છે. 22 વર્ષના કરિયરમાં ટ્રેકટરથી ટ્રમ્પ સુધી પહોંચીશ. મોકો મળ્યો તો ગુજરાતી ચારણ અને મારું ગુજરાત ગીત ગાઈશ.

Trending news