1-8-18 પરિપત્ર મુદ્દે આંદોલન ચાલુ રાખશે અનામત વર્ગ

સરકાર દ્વારા જાહેરાત બાદ પણ બંન્ને પક્ષો કોઇ પણ રીતે માનવા તૈયાર નહોતા પરંતુ આખરે સવર્ણ વર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. બિન અનામત વર્ગની મહિલાઓ અને આગેવાનોએ તમામ દ્વારા એક સુરમાં કહેવામાં આવ્યું કે, 1-8-18નો પરિપત્ર રદ્દ કરવામાં આવે. તેઓ કોઇ બેઠકો વધારવા માટે અહીં બેઠા નહોતા. તેમની માંગ હતી કે પરિપત્રનો રદ્દ કરવામાં આવે. સરકારે હાલ કોર્ટનાં નામે આ મુદ્દાને સાઇડમાં રાખીને ભરતીની બેઠકો વધારીને આંદોલનકર્તાઓને લોલીપોપ આપવાનો પ્રયાસ કર્યો છે. આ લોલીપોપ અમને કોઇ કાળે સ્વિકાર્ય નથી. 1-8-18નો પરિપત્ર રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Trending news