રાજીવ સાતવે અમદાવાદમાં ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું કે...

રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.

Trending news