શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ, ભારે હિમ વર્ષા થવાની આગાહી

જમ્મૂ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જાણિતા પર્યટન સ્થળ ગુલગર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. આ દરમિયાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણા ઝાડ પડી ગયા છે. તો બીજી તરફ જમ્મૂ અને શ્રીનગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલીફોન લાઇનોમાં પણ હિમવર્ષાના લીધે ઠપ થઇ ગઇ છે.

Trending news