PM મોદીને અપાયો સિયોલ શાંતિ પુરસ્કાર, VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન એનાયત કરાયું છે. ફરી એકવાર એમણે ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. દક્ષિણ કોરિયા ખાતે બે દિવસીય પ્રવાસે આવેલા પીએમ મોદીને અહીં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ભારતીય બન્યા છે. પેનલે પીએમ મોદીને વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સદ્ભાવના સ્થાપિત કરવા માટેના તેમના પ્રયત્નો બદલ આ પુરસ્કાર આપ્યો છે. પીએમ મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી.

Trending news