સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અનોખી પદયાત્રા...
સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અને શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના ધ્યેય સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરાઈ રહ્યુ છે. જેમા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા લોકો આ પદયાત્રા અને સાસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહીને વ્યસનને તિલાજંલી આપી હતી. સમાજના સાચા દુશમન એવા વ્યસનને લોકો તિલાજંલી આપે તેવા ભાવથી પોરબંદરની શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજાશાહી વખતે સમાજને થતા અન્યાય બહારવટુ કરનાર મહેર સમાજના શુરવીર નાથા મોઢવાડીયા સમાજ માટે એક આદર્શ ગણાય છે તેથી દર વર્ષે રીણાવાડા ખાતે આવેલ શુરવીર નાથા ભગતની મેડી નામથી જાણીતા સ્થળથી લઇ જ્યા નાથા ભગતે અંતિમ શ્વાસ લીધા હતા તે દેવભૂમી દ્વારકાના ગડુ ગામે આવેલ નાથા ભગતની રણખાંભી સુધી 24 કીમી સુધી આ પદયાત્રા યોજાઈ હતી જેમા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તેમના પરિવાર સાથે આ પદયાત્રામા જોડાયા હતા.