ગરીબોની સ્થાનિક કસ્તુરી સામે વિદેશી ડુંગળી ફિક્કી, વેચાણમાં ઘટાડો

કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે.ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં ૧૪૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહી છે.જે સામાન્ય થી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે.જો કે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે.જે સાઈઝ માં ઘણી મોટી છે.જે હોલસેલ ભાવમાં પ્રતિ 60 થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે.પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાસ ના હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.

Trending news