રક્ષક બન્યો હેવાન, વડોદરામાં પીસીઆર વાનના ઈન્ચાર્જે યુવતી સાથે કર્યું દુષ્કર્મ
વડોદરામાં ફરી એકવાર યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં પોલીસ જ હેવાન બની હતી. PCR વાનનો ડ્રાઈવર રસિક ચૌહાણ અને ઈન્ચાર્જ સૂરજસિંહ ચૌહાણે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ગોત્રી રોડ પર આવેલ પેટ્રોલ પંપ પરથી યુવતીના મિત્ર પાસેથી 5 હજાર પડાવ્યા હતા અને બાદમાં ગોત્રી સેવાસી કેનાલ રોડ પર આવેલી એક ઝૂંપડાની ઓરડીમાં આરોપી પોલીસ જવાન યુવતીને લઈ ગયો હતો. યુવતી સાથે દુષ્કર્મ કરી તે ફરાર થયો હતો.