આજથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 25 નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે. નવજાત શિશુથી 18 વર્ષ સુધીના શાળાએ જતા બાળકોનું આરોગ્યની તપાસ અને સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ગુરુકુળ સેક્ટર 23 અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક કરોડ 59 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસની કરાશે. ચાર લાખથી પણ વધુ મેનપાવર કામે લાગશે.