કોના પાપે મંડલીકપુર ગામના બાળકો આવી રીતે ભણવા મજબૂર બન્યા છે?

રાજકોટના જેતપુરમાં મંડલીકપુર ગામનો 100 ડિજિટલ ગામોમાં સમાવેશ થાય છે. આ ગામની સરકારી પ્રાથમિક શાળાનો અભ્યાસ એટલો સારો છે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ શાળામાં અભ્યાસ માટે આવે છે. પરંતુ અહી વિદ્યાર્થીઓ માટે માત્ર 2 ક્લાસ રૂમ છે, જેને કારણે વિદ્યાર્થીઓને બહાર મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. તેમજ પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધાઓ નથી. શાળાના અધિકારીઓએ અનેક વાર અલગ અલગ સ્તરે રજૂઆતો કરી છે. પરંતુ રૂમો બાંધવાની મંજૂરી મળવા છતા કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી.

Trending news