નિત્યાનંદ આશ્રમ પર ફરી વળશે બૂલડોઝર, સાધકો ખાલી કરી ભાગ્યા

કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.

Trending news