નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી એક બહેન ગુજરાત પરત આવવા માટે તૈયાર

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) જાણે કોઈ સસ્પેન્સ ફિલ્મ હોય તેમ તેના રોજેરોજ નવી ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયા ( Ma Nithya Tattvapriya) શરતો સાથે ગુજરાત આવવા તૈયાર થઈ છે. તેણે ફેસુબક પર વીડિયો (Video) અપલોડ કરીને કહ્યું કે, પોલીસ મારી શરતો માને તો હું ગુજરાત આવીશ. તમને જણાવી દઈએ કે, લોપામુદ્રા ફરિયાદ કરનાર જર્નાદન શર્માની મોટી પુત્ર છે. લોપામુદ્રાએ પોલીસ સામે 5 શરતો મૂકી છે. જેની ખાતરી થયા બાદ તેઓ સામે આવશે તેવું તેઓએ વીડિયો મારફતે જણાવ્યું છે.

Trending news