સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ પદે જયદેવ શાહની વરણી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં (SCA) નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જયદેવ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. આ સિવાય ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની વરણી થઈ છે.

Trending news