સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો, જાણો વિગત

નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસમાં થી 4414 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની હાલ ની સપાટી 119.57 મીટર સુધી પહોંચી છે.નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમી નો વધારો નોંધાયો. ઉનાળાના મેં મહિનામાં અત્યાર સુધી ની સૌથી ઉંચી સપાટીએ પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલ માંથી 4386 ક્યુસેક છોડાઈ રહ્યું છે. ખેડૂતો માટે હજુ પાણી આપવાનું ચાલુ કરાયું નથી.નર્મદા બંધ માં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો હયાત જોવા મળી રહ્યો છે.

Trending news