તીડ પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું સાંસદ પરબત પટેલે, ખેડૂતો સાથે કરશે ચર્ચા

આજે તીડ પ્રભાવિત થરાદના ભરડાસર ગામની સંસદ પરબત પટેલ અને ખેતીવાડી અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તીડ પ્રભાવિત વિસ્તારોને લઇને સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, ખુબ મોટી સંખ્યામાં તીડનો કાફલો ગુજરાતના સરહદીય વિસ્તારમાં આવી પહોંચ્યો છે અને ખેડુતોના ઉભો પાક નાશ કરી નાંખ્યો છે. ખેડૂત મારી સાથે ફોન વાત કરતાં રડી પડ્યા હતા. ખેડુતોને લાખોનું નુકસાન થયું છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને રજુઆત કરી છે. રાજ્યના કૃષિ મંત્રીને પણ વાત કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ કામ કરી રહી છે. રાજસ્થાનમાં બે દિવસ તીડ રોકાયા હતા. જો રાજસ્થાન સરકારે કામગીરી કરી હોત તો ગુજરાતમાં તીડ આવ્યા નહતો.

Trending news