ટ્રમ્પના આગમન પહેલા બનાવાયું મિની મોટેરા સ્ટેડિયમ
અમદાવાદના કુમકુમ મંદિર ખાતે મોટેરા સ્ટેડિયમની અદભુત કૃતિ તૈયાર કરવામાં આવી છે. જેની ઊંચાઈ અને પહોળાઈ 6 ફૂટ છે. આ કૃતિ તૈયાર કરવામાં 80 કલાક જેટલો સમય લાગ્યો છે. આ કૃતિના માધ્યમથી લોકોને ઇતિયાસ યાદ કરવામાં આવી રહ્યો છે. મુક્તજીવન સ્વામીબાપા જ્યારે પ્રથમ વખત આફ્રિકા અને યુરોપ ગયા અને સ્વામી વિવેકાનંદ જયારે પ્રથમ વખત શિકાગો ગયા ત્યારે મોટી જન મેદની ઉભરાઈ હતી અને હવે 24 ફેબ્રુઆરીએ જ્યારે વિશ્વની બે મહાશક્તિ મળવાની છે ત્યારે અહીં આ સ્ટેડિયમની પ્રતિ કૃતિ લોકો માટે મૂકવામાં આવી છે.