જાતીય આવેગ માટે કચ્છના બન્નીમાં કરાઈ 300 જેટલા સાંઢાની કતલ
કચ્છના વર્લ્ડ ફેમસ બન્નીના ઘાસિયા મેદાનમાં 300 જેટલા સાંઢા નામના સરીસૃપ જીવની હત્યા કરવામાં આવી છે. સરીસૃપ જીવની હત્યાથી પ્રકૃતિપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. મર્દાનગી વધારવા 300 સાંઢાની હત્યા કરવાનું કાવતરું કરાયું હોય તેવી શંકા વ્યક્ત કરાઈ છે. તો સાથે જ બન્નીના દુર્ગમ ઘાસીયા મેદાનમાં સાંઢાની તસ્કરીની આશંકા વ્યક્ત કરાઈ છે. કચ્છમાં ગરોળી જેવું દેખાતું સાંઢા સરીસૃપ જીવ જોવા મળે છે, જે મુખ્યત્વે કચ્છ અને થરના રણમાં જોવા મળે છે. સાંઢાથી જાતીય આવેગ વધતો હોવાની માન્યતા છે. તેમજ સાંઢામાંથી કાઢવામાં આવતી ચરબીથી જાતીય આવેગ વધવાની કુમાન્યતા પ્રસરેલી છે.