જાહેરમાં મેડીકલ વેસ્ટના જોવા મળ્યા ઢગલા, લોકોમાં રોષ
મોરબીના રવાપર ગામ પાસે મેડીકલ વેસ્ટના જાહેરમાં ઢગલા. હોસ્પિટલમાં વપરાયેલા સીરીંજ અને દવાની બોટલો જાહેરમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. મેડીકલ એકટના નિયમ પ્રમાણે મેડીકલ વેસ્ટનો નિકાલ ન કરનારા સામે રોષ. વૈદેહી ફાર્મની સામે મેડીકલ વેસ્ટના ઢગલા કરનારની સામે આકરા પગલા લેવાની માંગ કરવામાં આવી.