મોરબીનો ધંધો-ઉદ્યોગ થયા બંધ, હોળી માટે વતન જવા નીકળ્યા મજૂરો

મોરબી જીલ્લામાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉધોગ આવેલ છે. તેમાં કોલગેસ બંધ થવાથી ઘણા કારખાના બંધ થઇ ગયા છે. તે ઉપરાંત રાજસ્થાનથી આવતું રો-મટીરીયલ્સ પણ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જેથી મિનરલ્સના કારખાના પણ બંધ થવાથી હજારો મજુરોને કારખાનામાંથી હાલમાં છુટા કરી દેવામાં આવ્યા છે. જેના લીધે મજૂરો હોળી ધૂળેટીના તહેવારને લઈને પોતાના માદરે વતન તરફ જવા લાગ્યા છે. જેથી એસટીમાં મુસાફરોનો ધસારો વધુ રહેતો હોવાથી હાલમાં મોરબીથી દાહોદ, ગોધરા સહિતના સેન્ટરો બાજુની એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવી રહી છે.

Trending news