મોદીનો માસ્ટર સ્ટ્રોક, ઘરે બેઠા મળી શકે છે પગાર!
યુનિવર્સલ બેઝિક ઈન્કમ સ્કિમ દ્વારા મોદી સરકાર 10 કરોડ લોકોને સીધો ફાયદો કરી આપવાનું મન બનાવી રહી છે. જેના પર વાર્ષિક લગભગ 10 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જે હેઠળ સૌથી પહેલા જે લોકો પાસે કામ નથી, આવકનો કોઈ રસ્તો નથી, તેવા લોકોને દર મહિને એક નક્કી રકમ આપી શકાય છે. આ સ્કિમ હેઠળ મોટા પાયે ખેડૂતો અને બેરોજગાર યુવકોને લાવવાની ચર્ચા ચાલી રહી છે.