દીવથી 220 કિ.મી દૂર મહાનું સંકટ, દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર
ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. હાલ વાવાઝોડું દીવથી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.