બનાસકાંઠામાં તીડના આતંકનો લગભગ અંત
ગુજરાતમાં કુદરત રૂઠી હોય તે પ્રકારે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. જેમાં સૌથી વધારે ગુજરાતનો ખેડૂત પરેશાન થયો છે. અતિવૃષ્ટી બાદ વાવાઝોડા અને તોફાનને કારણે ખેડૂતોની સીઝન નિષ્ફળ જઇ ચુકી છે. ત્યારે ઉત્તર ગુજરાતનાં મહત્વનાં પાક તેવા જીરૂનો પાકની લણણીના સમયે જ તીડના હૂમલાના કારણે ખેડૂતોની બીજી સિઝન પણ નિષ્ફળ જવાની ભીતી પેદા થઇ છે. જોકે હવે આ સમસ્યાનો લગભગ અંત આવી ગયો છે.