લિંબડીના ધારાસભ્યનો ધૂણતો વિડીયો થયો વાયરલ

લિબંડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇનો ફરી ધુણતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ચોટીલાવાળા ચામુંડમાના માંડવા પ્રસંગે સાંકળો વડે ધુણતા હોય તેવો વાયરલ વિડિયોને લીધે ચર્ચામા આવ્યા છે. આ વિડીયો તારીખ 7 ફેબ્રુઆરીનો હોવાનો વાયરલ વિડિયોમાં દાવો કરવામાં આવી રહયો છે. અગાઉ પણ તેમનો આવો વિડિયોએ વિવાદ ઉભો કર્યો હતો. ફરીવાર આવા વિડિયો વાયરલ થતા લોકોમા પોતાના મતક્ષેત્રમા ઓછા દેખાતા ધારાસભ્યને લઇને વિડિયો ટોક ઓફ ટાઉન બન્યો.

Trending news