અમરેલીમાં દીપડાનો બાળકી પર હુમલો, તીડના ઝુંડે બનાસકાંઠાને બનાવ્યું ઘર

અમરેલીના ધારીમાં માનવભક્ષી દીપડાનો આતંક ફરી જોવા મળ્યો. ધારીના કાથરોટા ગામે 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બાળકીને પગના ભાગે ઇજા પહોંચી છે. તો બીજી તરફ, બનાસકાંઠાનો સરહદી વિસ્તાર જાણે કે તીડને માફક આવી ગયો છે. તીડ આવીને ખેતરો સાફ કરી ચાલ્યા જાય છે. તીડની આવનજાવનથી ખેડૂતો પણ પરેશાન છે. પાછા રણવિસ્તારમાં ચાલ્યા જતાં ખેડૂતોએ હાશકારો તો લીધો છે પણ ચિંતા એ જ સતાવી રહી છે કે તીડ પાછા આવશે તો...

Trending news