સુરતના માંડવીમાં દીપડાનો બાળક પર હુમલો, આ કારણે બચ્યો જીવ

સુરતના માંડવીમાં દીપડાના બાળક પર હુમલોની ઘટના સામે આવી છે. અરેઠથી અંતરોલી જવાના રસ્તે શેરડીના ખેતરમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઉપાડે એ પહેલાં મજૂરો દોડી આવતા બાળકનો જીવ બચ્યો હતો. બાળકને લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ ખસેડાયો હતો. ખુંખાર દીપડાને પકડવા સ્થાનિક લોકો દ્વારા પાંજરા મુકવાની માગ કરાઈ હતી.

Trending news