આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના અંતિમ સંસ્કાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે. શીલા દીક્ષિતનું પાર્થિવ શરીર નિઝામુદ્દીન ખાતેના તેમના નિવાસસ્થાનેથી કોંગ્રેસ હેડક્વાર્ટર લઈ જવાઈ રહ્યું છે. ત્યાં તેમનું પાર્થિવ શરીર લગભગ એક કલાક અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના નિવાસ સ્થાન બહાર ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે.

Trending news