ચાર ચાર બંગડી વિવાદમાં: કિંજલ દવેના ગીત પર કોર્ટનો પ્રતિબંધ

કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગીત પર કમર્શિયલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. આ ગીતના મૂળ લેખક અને ઓસ્ટ્રેલિયન કાઠીયાવાડી કિંગ તરીકે જાણાતા કાર્તિક પટેલે આ ગીત પોતાનું હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. જેના બાદ કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવા પર પ્રતિબંધ મૂકાયો છે અને યુટ્યુબ પરથી હટાવી લેવા કહેવામાં આવ્યું છે. કોર્ટના આ આદેશ બાદ ઓસ્ટ્રેલિયન યુવક કાર્તિક પટેલ સામે આવ્યો હતો. તેણે વીડિયો દ્વારા કોર્ટના આ આદેશ અંગે આનંદ અનુભવ્યો હતો.

Trending news