સતત ચોથા વર્ષે IIM અમદાવાદ મેનેજમેન્ટ કોર્સ બન્યો શ્રેષ્ઠ, પ્રાપ્ત કર્યો નંબર 1 ક્રમ
IIM અમદાવાદમાં ચાલતા કોર્ષને સતત ચોથા વર્ષે શ્રેષ્ઠ કોર્ષનું બિરુદ મળ્યું છે. બે વર્ષીય 'ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ'ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની શરૂઆત IIM અમદાવાદમાં વર્ષ 1974માં કરવામાં આવી હતી. વર્ષ 2015 - 16 થી IIM અમદાવાદમાં ચાલતા 'ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ' કોર્સને એડ્યુનિવર્સલ, પેરિસ, ફ્રાન્સ દ્વારા માસ્ટર ઓફ મેનેજમેન્ટ/ ફૂડ એન્ડ એન્ગ્રી બીઝનેસ પ્રોગ્રામની શ્રેણી માટે રેન્કિંગ જાહેર કર્યું છે. રેન્કિંગ માટે સંસ્થામાં કોર્ષની પ્રતિષ્ઠા, અભ્યાસ બાદ પ્રથમ સેલરી અને કોર્ષ અંગે વિદ્યાર્થીઓનો અભિપ્રાય ધ્યાને લેવાય છે.