અમદાવાદના યુવાનો ધૂળેટીના રંગમાં થયા ઘેલા, જુઓ વીડિયો...

ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીનું હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ટોમેટીનો હોળી, ઇકોફ્રન્ડલી રંગો, રેન ડાન્સ સાથે ડીજીને તાલે લોકો ઝૂમ્યા હતા. શહેરમાં ટોમેટીનો ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજા પર ટામેટા મારી સેલિબ્રેશન કર્યું હતું. તો બીજી બાજૂ યુવાના ઇકોફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ડીજ પર હો... રંગ બરસે ભીગે ચુનરવાલી... રંગ બરસે..., હોલિયાં મેં ઉડે રે ગુલાલ..., બલમ પીચકારી... જો તુને મુઝે મારી.. જેવા હિન્દી સોન્ગ યુવાધન રેઇન ડાન્સની મોજ માણી રહ્યાં છે. યુવાનો તેમના ગ્રુર સાથે રંગો સાથે ધૂળેટીનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યાં હતા. તો શહેરના પાર્ટી પ્લોટ્સ ઉપરાંત શહેરની પોળો, સોસાયટીઓ, રોડ-રસ્તાઓ પર પણ કલર ફૂલ રંગોની રંગત જોવા મળી હતી. લોકો એકબીજા પર રંગો નાંખતાં જોવા મળ્યા હતા.

Trending news