NRC લાગૂ ન થાય તો CAAનો વિરોધ નહીં: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ શાહીનબાગની મુલાકાત લીધી હતી. સીએએ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શન કારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સલમાન ખુર્શીદે પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ધારાસભ્યોએ જામીયા મીલીયા ઇસ્લામીક વિશ્વ વિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે તેમના પરિવારને સંબોધન કર્યું હતું. અત્યાચાર સામેની લડાઈમાં તેઓ સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

Trending news