CM વિજય રૂપાણીએ વિઠ્ઠલભાઇ રાદડીયાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું; ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં

જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં.

Trending news