પાણીની તંગી વચ્ચે તંત્રની બેદરકારી, લાખો લિટર પાણી વહી ગયું નદીમાં

પંચમહાલ: ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદીમાંથી પસાર થતી નગરપાલિકાની પાઇપ લાઈનમાં સર્જાયું ભંગાણ. નદીમાં અંદાજે ૧૫ ફૂટ ઉપરાંત ફુવારો વછૂટતા પુલ પરથી પસાર થતા લોકો જોવા ટોળે વળ્યા. તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા ભંગાણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો.નગરપાલિકાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી નદીમાં વહી ગયું હતું. છેલ્લા કેટલાક સમયથીઆ ભંગાણ સર્જાયેલું હતું પણ કોઈ નક્કર પગલાં ન લેવાતાં આજે ભંગાણ વધી ગયું.

Trending news