ગામડું જાગે છેઃ નવસારીમાં ખેડૂતોને વળતર ચુકવવાનું આશ્વાસન અપાયું

માવઠા પછી ક્યાર અને મહા વાવાઝોડાની અસરના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. વરસાદના કારણે થયેલા નુકસાન બાદ તંત્ર પણ મોડુ જાગ્યું છે. નવસારી જિલ્લાના ગામડાઓમાં ગ્રામસેવક પાસે સર્વે કરાવવામાં આવી રહ્યો છે. અને આ સર્વેમાં ખેડૂતોને મોટુ નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. તંત્રએ એક હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને 13,500 ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યારે નવસારી જિલ્લામાં 40 હેક્ટરથી પણ વધુ જમીનમાં ખેતી કરવામાં આવી છે તે તમામ જગ્યાએ યોગ્ય સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાનું આશ્વાસન અપાયુ છે. સાથે જ આવનારા દિવસોમાં જો વરસાદ આવે તો ખેડૂતોએ કઈરીતે કાળજી રાખવી તેની પણ સમજણ આપવામાં આવી છે.

Trending news