ગામડું જાગે છેઃ ભિલોડા તાલુકામાં ભારે વરસાદને કારણે મુનાઈના ખેતરોમાં પાણી ફરી વળ્યા

અરવલ્લીના ભિલોડા તાલુકામાં પડેલા અનરાધાર વરસાદના કારણે બુઢેલી અને હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે મુનાઈના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને મકાઈ, બાજરી, મગફળી સોયાબીન સહિતના પાક પર ફરી વળ્યા હતા. અંદાજિત 300 હેક્ટર તેમજ ધોલવાણી ગામના 100થી વધુ ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું હતું. આમ પણ છેલ્લા કેટલાય દિવસોથી જીલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળતા લીલા દુષ્કાળે ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી છે.

Trending news