EDITOR'S POINT: 35 દિવસ માટે ભારતે દુનિયા સાથે કાપ્યો સંપર્ક
35 દિવસ સુધી વિદેશમાંથી કોઈ પણ સામાન્ય મુસાફરને ભારતમાં એન્ટ્રી નહીં મળે. કોરોના વાયરસથી દેશને બચાવવા ભારતે તમામ મુસાફરોને કહ્યું છે કે તેઓ ભારત આવવાનું ટાળે અને ભારતીયોને કહ્યું છે કે તેઓ વિદેશ જવાનું ટાળે. આપણા દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 73 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાયરસ કાબૂ બહાર જાય તે પહેલાં જ દિલ્લીમાં સ્કૂલ-કોલેજો બાદ 31 માર્ચ સુધી તમામ થિએટરો બંધ કરવાનો આદેશ અપાયો છે. ઈતિહાસમાં પહેલી વાર એવું જોવા મળશે કે ખેલાડીઓ મેચ રમતા હશે પરંતુ સ્ટેડિયમ ખાલી હશે. લોકોને ઘરે બેસીને ટીવી પર મેચ જોવાનું કહેવામાં આવ્યું છે.