દારૂના નશામાં યુવતીએ પોલીસ સાથે કર્યું ગેરવર્તન
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ પીનારાઓમાં કોઇ ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. ત્યારે અમદાવાદનાં સાઉથ બોપલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતાં પરિવાર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી માર માર્યો હતો. જો કે, સ્કૂટર પર સવાર દંપતી દ્વારા પોલીસને જાણ કરાતા બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દારૂના નશામાં છાટકી બનેલી યુવતીએ જાહેર માર્ગમાં મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારે બોપલ પોલીસ દ્વારા યુવતીની અટકાયત કરી તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.