સુરત ગેંગવોર: હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને સૂર્યા મરાઠીને કર્યો ઠાર

સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.

Trending news