આને કરમની કઠણાઈ કહેવું કે શું.... આશા માંડીને ખેડૂતોએ માંડ વાવેતર કર્યું તો હાથમાં આવી રોગગ્રસ્ત ડુંગળી
અમરેલી જિલ્લાના ખેડૂતોએ પણ આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાનો સામનો કર્યો. કપાસ અને મગફળીનો પાક તો નષ્ટ થયો પણ હવે રવી પાક પણ નષ્ટ થવાની તૈયારીમાં છે. અમરેલીમાં ઋતુ ચક્ર ખોરવાતા ખેડૂતોએ એક પાકથી હાથ ધોયો ત્યાં રવી પાકમાં કવર કરવાની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું. બજારમાં ડુંગળીના ભાવ આસમાને છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ચોમાસુ પાકના નુકસાનની સરભર થાય તેવી રાહ પણ જોઈ પણ કરમની કઠણાઈ કહો કે અન્ય કઈ ડુંગળીના પાકમાં પણ બાફીયા નામનો રોગ થયો. ખેતરોમાં દૂર દૂર સુધી ઉગેલી લાખો રૂપિયાની ડુંગળી જમીનમાંથી બહાર કાઢતા જ રોગગ્રસ્ત હાથમાં આવી. ખેડૂતોને તો રાતાએ પાણીએ રડવા સિવાય જાણે કોઈ રસ્તો જ નથી બચ્યો.