નવસારીના વછારવાડ ગામમાંથી મળ્યો મૃત દીપડો

નવસારીના વછરવાડ ગામે મૃત દિપડો મળી આવ્યો હતો. કુરેલના ખેડૂત પ્રણવ ઠાકોરના ખેતરમાંથી બીજા ખેતરમાં જતા તાર ફેન્સીંગમાં દિપડો ફસાયો હતો. નવસારી વન વિભાગે ઘટના સ્થળે પહોંચી મૃત દિપડાનો કબ્જો લીધો હતો. હજુ પણ આ વિસ્તારમાં દિપડા હોવાનુ ગામ લોકોનું અનુમાન છે. વન વિભાગે પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી હતી.

Trending news