બનાસકાંઠામાં કમોસમી વરસાદથી દાડમના પાકને નુકસાન
બનાસકાંઠામાં પડેલ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં કપાસ,જુવાર અને એરંડાના પાકો સહિત દાડમના પાકમાં પણ મોટું નુકસાન થયું છે જિલ્લાના લાખણી અને થરાદ પંથકના મોટા ભાગના ખેડૂતો દાડમનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે ત્યારે આ વર્ષે પણ થરાદ પંથકના ખેડૂતોએ 6 મહિના પહેલા મોંઘા બિયારણો અને ખાતર નાખીને પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં દાડમનું વાવેતર કર્યું હતું બસ હવે થોડા દિવસોમાં દાડમનો પાક તૈયાર થવાનો હતો પરંતું કમોસમી વરસાદ પડતાની સાથે દાડમમાં રોગ આવી જતા દાડમ કાળા પડીને ટપોટપ છોડ પરથી નીચે પડી રહ્યા છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.