આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયાકિનારે ટકરાશે

વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેને કારણે તંત્ર એલર્ટ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે. તો બીજી તરફ, વાયુને પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

Trending news