સુરત: યસ બેંક પર પ્રતિબંધથી ગ્રાહકોના જીવ પડીકે બંધાયા
દેવામાં ડૂબેલી યસ બેંક પર રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી. ખાતાધારકોના બેંક ખાતા પર લાગ્યાં નિયંત્રણ. 1 મહિના સુધી 50 હજારથી વધારે રકમ નહીં ઉપાડી શકે ખાતાધારક. આ પ્રતિબંધના કારણે સુરતમાં યસ બેંકની શાખામાં નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા. ગ્રાહકો અને શાખાના કર્મચારીઓ વચ્ચે બબાલ પણ થઈ. લોકો રોષમાં જોવા મળી રહ્યાં છે.