રશિયાના પ્રવાસ પરથી સીએમ ફર્યા પરત, કહ્યું- ગુજરાત-રશિયાની ભાગીદારી મહત્વપૂર્ણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કરાર અંગે જણાવ્યું કે, "રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે. તેની સામે ભારત રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. આથી ગુજરાત-રશિયાની આ ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે."

Trending news