પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે શહેરમાં જાહેર રોડ ઉપર અડિંગો જમાવીને બેસી જતાં ઢોરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે પાલનપુરના હાઇવે વિસ્તાર,કોઝી વિસ્તાર, ગુરુનાનક ચોક,દિલ્હીગેટ,ગઠામણ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસના કારણે અનેક વાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેના કારણે વાહન ચાલકો અને શહેરીજનો ઈચ્છી રહ્યા છે નગરપાલિકા રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી દે અથવા ઢોરોના માલિકોને દંડ ફટકારે અને એવી કોઈ વ્યવસ્થા કરે જેના કારણે જાહેર રોડ ઉપર ઢોર આવે નહિ.

Trending news