CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.

Trending news