વડનગરના ભાઈ બહેન ચીનમા વુહાન સિટીમાં ફસાયા

મહેસાણાના વડનગરના 2 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. વડનગરના 2 ભાઈ-બહેન ચીનના વુહાન સીટીમાં ફસાયા છે. બિરવા પટેલ અને મીથિલ પટેલ mbbsના અભ્યાસ અર્થે ચીન ગયા હતા. છેલ્લા 1 વર્ષથી ત્યાં અભ્યાસ કરે છે. કોરોના વાયરસને લઇ હાલ વડનગરના બંને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પિતા દ્વારા લોકસભા સંસદ શારદાબેન અને ધારાસભ્ય આશાબેન પટેલને પત્ર લખી રજુઆત કરાઈ હતી. પોતાના દીકરાઓને ભારત પરત લાવવા સરકારમાં રજુઆત કરવા પત્ર લખી માંગ કરી હતી.

Trending news