રાજકોટમાં ફેબ્રુઆરી સુધી જાનૈયાઓને જાન લઈ જવા માટે ST બસ નહિ મળે

રાજકોટમાં ફેબ્રુઆરી સુધી જાનૈયાઓને જાન લઈ જવા માટે ST બસ મળશે નહીં. કમુરતા બાદ ભરપૂર લગ્ન સીઝન હોવાથી અત્યારથી જ STની બસો બુક થઈ ગઈ છે. આગામી 20 ફેબ્રુઆરી સુધી લગ્ન માટેની બસો બુક થઈ ગઈ છે. વધુ લગ્ન હોવાથી માત્ર રાજકોટ ડેપોમાં જ છેલ્લા 15 દિવસમાં 88 બસોનું બુકીંગ થયું છે. ઉપરાંત ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર સહિત અન્ય ડેપોમાં કુલ 140 બસોનું બુકિંગ થયું છે.

Trending news