બનાસકાંઠાના અસાસણ ગામે બે ભાઇઓ વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના લાખણીના અસાસણ ગામે બે સગા ભાઈઓ વચ્ચે મોડી રાત્રે ધીંગાણું ખેલાયું હતું. સિંચાઈના માટેના બોર(ટ્યુબવેલ) માટે ભાઈઓ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ હતી. તીક્ષ્ણ હથિયારો વડે મારામારી થતાં સાત લોકો ઘાયલ થયા છે. 5 પુરૂષ, 1 મહિલા અને એક સગીરા સહિત સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલખસેડાયામાં આવ્યા છે.

Trending news