જેટલી સહિત ભાજપના નેતાઓએ પિત્રોડાના નિવેદનને વખોડ્યું

ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં જૈશના કેમ્પ પર વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ પિત્રોડાને આડે હાથ લેતા અરુણ જેટલીએ કહ્યું કે જેમને ભારતની સમજ નથી તેઓ દેશની સુરક્ષા અને નીતિની વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો ગુરુ આવો હોય તો શિષ્ય કેવો નક્કામો નીકળશે, દેશે આજે આ ભોગવવું પડી રહ્યું છે.

Trending news